ડાર્ક મોડ
ગુરુવાર, 26 નવેમ્બર 2026
Logo

જીવંત Mercury Transit 2026: 15 મેથી બુધ ગ્રહ બદલશે ચાલ, આ 4 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન

Mercury Transit 2026: 15 મેથી બુધ ગ્રહ બદલશે ચાલ, આ 4 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન જીવંત

Mercury Transit 2026: જ્યોતિષશાસ્ત્રમાં બુદ્ધિ, તર્ક અને સંવાદના કારક ગણાતા બુધ ગ્રહ આગામી 15 મે 2026 ના રોજ વૃષભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. બુધનું આ રાશિ પરિવર્તન તમામ 12 રાશિઓ પર વ્યાપક અસર પાડશે. વૃષભ રાશિમાં બુધનું ગોચર વ્યવહારિક વિચારધારામાં વધારો કરે છે, પરંતુ 4 ખાસ રાશિઓ માટે આ સમયગાળો પડકારજનક સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોએ આર્થિક નિર્ણયો અને વાણી પર સંયમ રાખવો અત્યંત જરૂરી બનશે.

 

આ 4 રાશિઓએ રાખવી પડશે ખાસ સાવચે

 

 

1. મેષ રાશિ (Aries)

મેષ રાશિના જાતકોએ કોઈપણ મોટો નિર્ણય ઉતાવળમાં લેવાનું ટાળવું જોઈએ. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓને કારણે કામનું દબાણ વધી શકે છે. સહકર્મીઓ સાથે તાલમેલ જાળવી રાખવો અને ધીરજથી કામ લેવું, નહીં તો નાનકડી ભૂલ પણ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે.

2. સિંહ રાશિ (Leo)

સિંહ રાશિના જાતકો માટે આ સમય સાવધાની રાખવાનો છે. ઓફિસ કે વ્યવસાયમાં ‘કમ્યુનિકેશન ગેપ’ ને કારણે તણાવ પેદા થઈ શકે છે. તમારી વાતને લોકો ખોટી રીતે સમજી શકે છે, તેથી સ્પષ્ટ અને વિચારીને બોલવું. આ સમયગાળામાં મોટા આર્થિક રોકાણો ટાળવા હિતાવહ રહેશે.

3. વૃશ્ચિક રાશિ (Scorpio)

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ ગોચર ઉતાર-ચઢાવ વાળું રહેશે. વેપારમાં ભાગીદારીના મામલે વિશ્વાસની કમી અનુભવાઈ શકે છે. કોઈપણ કાયદાકીય કે નાણાકીય દસ્તાવેજ પર સહી કરતા પહેલા તેની ઉંડાણપૂર્વક તપાસ કરવી. કોઈના પર અંધવિશ્વાસ મૂકવો નુકસાનકારક સાબિત થઈ શકે છે.

4. કુંભ રાશિ (Aquarius)

કુંભ રાશિના જાતકોએ આર્થિક બાબતોમાં વધારાની સતર્કતા રાખવી પડશે. અચાનક ખર્ચમાં વધારો થઈ શકે છે અને અટવાયેલા નાણાં મળવામાં વિલંબ થતા તણાવ વધી શકે છે. અંગત સંબંધોમાં વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે, નહીંતર નાની વાત મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.

 

બુધ ગોચર દરમિયાન સામાન્ય સલાહ

બુધના આ ગોચર દરમિયાન તમામ રાશિના જાતકોએ વાતચીતમાં સ્પષ્ટતા રાખવી, દસ્તાવેજો વાંચ્યા વગર સહી ન કરવી અને ભાવનાઓમાં વહી જઈને કોઈ પણ આર્થિક કે વ્યવસાયિક નિર્ણય લેવો જોઈએ નહીં.

DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી humdekhenge.in રહેશે નહીં. આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ મોંઘવારીનો ડામ: દૂધમાં પ્રતિ લિટર ₹2નો વધારો, જાણો પનીર, ઘી અને મીઠાઈ પર શું થશે અસર?

આ પણ વાંચોઃ અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો: ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી

 

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Mercury Transit 2026: 15 મેથી બુધ ગ્રહ બદલશે ચાલ જીવંત

જ્યોતિષશાસ્ત્રમાં બુદ્ધિ, તર્ક અને સંવાદના કારક ગણાતા બુધ ગ્રહ આગામી 15 મે 2026 ના રોજ વૃષભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. બુધનું આ રાશિ પરિવર્તન તમામ 12 રાશિઓ પર વ્યાપક અસર પાડશે. વૃષભ રાશિમાં બુધનું ગોચર વ્યવહારિક વિચારધારામાં વધારો કરે છે, પરંતુ 4 ખાસ રાશિઓ માટે આ સમયગાળો પડકારજનક સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોએ આર્થિક નિર્ણયો અને વાણી પર સંયમ રાખવો અત્યંત જરૂરી બનશે.

Mercury Transit 2026: 15 મેથી બુધ ગ્રહ બદલશે ચાલ, આ 4 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન

Mercury Transit 2026: 15 મેથી બુધ ગ્રહ બદલશે ચાલ જીવંત

જ્યોતિષશાસ્ત્રમાં બુદ્ધિ, તર્ક અને સંવાદના કારક ગણાતા બુધ ગ્રહ આગામી 15 મે 2026 ના રોજ વૃષભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. બુધનું આ રાશિ પરિવર્તન તમામ 12 રાશિઓ પર વ્યાપક અસર પાડશે. વૃષભ રાશિમાં બુધનું ગોચર વ્યવહારિક વિચારધારામાં વધારો કરે છે, પરંતુ 4 ખાસ રાશિઓ માટે આ સમયગાળો પડકારજનક સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોએ આર્થિક નિર્ણયો અને વાણી પર સંયમ રાખવો અત્યંત જરૂરી બનશે.

Mercury Transit 2026: 15 મેથી બુધ ગ્રહ બદલશે ચાલ, આ 4 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન

ટિપ્પણી / {0} તરફથી જવાબ